સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માતા-પુત્રનાં મોત નિપજ્યાં : કાપેલીધાર ગામ પાસે બાઈકચાલકને ઈજા હાઈ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો..

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે છેલ્લા ઘણા દિવસો થી ગોઝારા બન્યા છે. ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હાઈવે ઉપર રોજ બરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને આ રોડ ઉપર ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં માતા અને પુત્ર સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. 

      આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર કાપેલી ધાર પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકે બાઈકને અડફેટે લેતાં બાઈકપર જઈ રહેલ માતા અને પુત્રના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. 

         આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી આથી પોલીસ કાફલો પણ અકસ્માતના સ્થળે આવી પહોંચ્યો હતો અને બંન્ને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જ્યારે માતા અને પુત્રના મોતથી પરીવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

       સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામ પાસે કાપેલી ધાર ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પામ્યો હતો જેમાં ઘટના સ્થળે લોકોના મોત નિપજ્યા હતા જ્યારે આપણે એ લોકોમાં માતા અને પુત્ર ઘટના સ્થળે મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો.

         ત્યારે આ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા આ હાઇવે ત્રણ કલાકથી વધુ સમય બ્લોક રહેવા પામ્યો હતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ઘટના સ્થળે દોડી જઇ ને મૃતક બંનેને પીએમ માટે ધાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા આ હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો ઘરે એક જ પરિવારના બે માતા-પુત્રના મોત થતા શોકનો માહોલ સર્જાવા પામ્યો હતો.

          ગઈકાલે ધાંગધ્રાના કાપેલી ધાર પાસે અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતમાં ઘટના સ્થળે જ માતા અને પુત્ર ના મોત નિપજતા પરિવારમાં વિલાપ સર્જાઈ જવા પામ્યો હતો બીજી તરફ પિતાને પણ હાલમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે દવાખાને ખસેડવામાં આવ્યા છે ઘર એક જ પરિવારના માતા-પુત્ર ના બંનેના મોત થતા પરિવારનો માળો વિખાઈ જવા પામ્યો છે અને શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.

(11:19 am IST)