સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

સામટા ૧૫ કેસ સાથે ભુજ બન્યું હોટસ્પોટ : કચ્છમાં ૨૨ નવા કેસ

કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા ૨૧ દર્દીઓ કયાં ગયા ? મોતના આંકડાનો ભેદ ભરમઃ ચોપડે ૪૪ મોત પણ આંકડા અનુસાર ૬૫ મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : કચ્છમાં અનલોક પછીની કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિને છુપાવવા તંત્ર હવે આંકડાની રમત રમી રહ્યું છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, અંજાર, ગાંધીધામ પછી હવે કોરોનાનું નવું હોટસ્પોટ ભુજ બની રહ્યું છે.

નવા ૨૨ કેસમાંથી સામટા ૧૫ કેસ ભુજમાં નોંધાયા છે. આંકડાની વાત જોઈએ તો, ૨૨ કેસ સાથે કુલ દર્દીઓ ૧૨૩૭ થયા છે. જયારે એકિટવ કેસ વધીને ૨૬૩ થયા છે. સાજા થયેલા દર્દીઓ ૯૦૯ છે. આ બન્નેનો સરવાળો ૧૧૭૨ થાય છે.

હવે તંત્રના આંકડાઓ પ્રમાણે કુલ ૧૨૩૭ દર્દીઓમાંથી એકિટવ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા બાદ કરીએ તો ૬૫ દર્દીઓના મોત થયા હોય એવું સ્પષ્ટ જણાય છે. પણ, તંત્ર ૪૪ મોત દર્શાવે છે. આમ ૨૧ મોત છૂપાવાઈ રહ્યા હોવાની આશંકા છે.

(11:20 am IST)