સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

બગસરા-રાજકોટ બાયપાસ રોડ કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો

કારમાં મુસાફર કરનાર બંને યુવાનોનો ચમત્કારી બચાવ

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.ર૯ : બગસરા રાજકોટ બાય પાસે કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાતા કારચાલક તથા બાજુમાં બેઠેલ વ્યકિતનો ચમત્કારીક બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ બગસરાથી ત્રણ કિલોમીટર દુર બાયપાસ પાસે કાર આઇર૦ નંબર જી.જે૦પઆરકે૧ ૧૬પ૮ નંબરની કેએઆર હાઇસ્પીડમાં જતી હતી ત્યારે અચાનક ડ્રાયવરે કાબુ ગુમાવતા ગાડી પલ્ટી મારી જતા અંદર બેઠેલા હિતેશભાઇ ધીરૂભાઇ રફાળીયા ગામ વિસાવદર તથા અક્ષય રાજુભાઇ ખેતાણી બંને શખ્સોનો ચમત્કારી બચાવ થયો હતો.

જો કે કારનો બુકડો બોલી ગયો હતો અંદર બેઠેલ બન્ને શખ્સોને નાની-મોટી ઇજા થઇ હતી.

(11:25 am IST)