સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

કેશોદની કોવિડ હોસ્પિટલમાં ૧૪૦થી વધારે દર્દીઓએ કોરોનાને હરાવ્યો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૯ : ઙ્ગજુનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અને જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કેશોદ શહેરમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે દર્દીઓને સારવાર અર્થે કોવીડ હોસ્પિટલ શરૂ કરવા માટે ધારાધોરણ મુજબ મંજુરી આપી હતી. કેશોદ શહેરમાં આવેલા નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા નિયમિત સારવાર માટે સમય ફાળવવામાં આવતાં જ કોરોના મહામારીમાંઙ્ગ સારવાર માટે સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ઙ્ગ

કેશોદ શહેરમાં શરૂ થયેલ કોવીડ હોસ્પિટલમાં કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં થી આવતાં અંદાજે ૧૪૦ થી વધારે કોરોના પોઝીટીવ રીપોર્ટ ધરાવતાં દર્દીઓ એ કોરોના વાયરસ સામે જીત મેળવી છે.ઙ્ગ

કેશોદ શહેરમાં શરૂ કરવામાં આવેલ કોવીડ હોસ્પિટલમાં શરૂઆતથી જ દરેક બેડ ભરેલાં હોય અને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓ સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવ્યાનું પ્રમાણ વધતાં જુનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અને જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વધું દશ બેડની મંજુરી આપી છે. ત્યારે કેશોદ શહેરમાં કોવીડ હોસ્પિટલમાં હવે ચાલીસ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેશોદ શહેરમાં કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓ દ્વારા પોતાનાં અનુભવો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જ હોય છે ત્યારે કોરોના મહામારી વચ્ચે સહુએ સાથે મળીને સાવચેત રહી જંગ લડવાની છે. કેશોદના નામાંકિત તબીબો દ્વારા જીવનાં જોખમે આ કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરીને યોધ્ધા બની લડી રહ્યાં છે. અને પરિવારને ઉઝળતો રોકી રહ્યાં છે. કોવીડ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી તબીબી સારવાર ઉપરાંત અન્ય સુવિધાઓથી દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.

(1:07 pm IST)