સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

હજુ વધુ વરસાદ કાલે પડશે : કણઝારીયા

ખંભાળીયામાં ૩ાા, દ્વારકા ૧ાા, ભાણવડમાં ૧ ઇંચ : સવારથી ફરી મેઘો જામ્યો

ખંભાળીયા, તા. ર૯:  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે એકાદ તાલુકામાં ઝાપટા પડયા પછી આજે વહેલી સવારે ખંભાળિયા તથા ભાણવડમાં ભારે ધોધમાર વરસાદ પડયો હતો. ખંભાળિયામાં સવારના ૭ વાગ્યાથી હજુ સાડા અગિયાર વાગ્યા સુધી સતત ચાલુ રહેતા સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે તો ભાણવડમાં બે ઇંચ અને દ્વારકામાં અડધા ઇંચ જેટલો થયો છે.

સતત વરસાદને કારણે હવે ખંભાળિયા ૯૦ ઇંચ જેટલો થવા પર પહોંચ્યો જે તથા ગુજરાતમાં રેકોર્ડ રૂપ આખો જિલ્લો ૩૦ છે. સરેરાશ વરસાદ થવા પર પહોંચ્યો છે.

ભારે વરસાદની ઠેર-ઠેર પાણી ભરાયા હતા તો ખંભાળિયામાં રામનાથ સોસાયટી, જોધપુર ગેઇટ, નગર ગેઇટમાં નદીઓ જેવી સ્થિતિ થઇ ગઇ હતી તો ખેતરો તળાવમાં ફેલવાઇ ગયા હતા.

(1:12 pm IST)