સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

પોરબંદરના બગવદર ગામે દેવીપૂજક આધેડે સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યું

સગીરાને પેટમાં દુખાવો ઉપડતા માતાને જાણ કરતા ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કરાઈ : આરોપી સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો

પોરબંદર તાલુકાના બગવદર ગામે અરભમ ટપુ પરમાર ઉંમર વર્ષ 51 રહેવાસી બગવદર દેવીપુજક વાસ નામના આધેડે તેમના સગા નાના ભાઈ અરસી ટપુ પરમારની સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું છે

 આ બનાવની વિગત એવી છે કે ફરિયાદી અરશી ટપુ પરમાર રહેવાસી બગવદર દેવીપુજક વાસ આરોપી અરભમ ટપુ પરમાર ઉંમર ૫૧ રહેવાસી બગવદર દેવીપુજક વાસ આ બનાવની વિગત એવી છે કે ફરિયાદી અરસી ટપુ તેમજ તેમના પત્ની તારીખ 26 ના સવારે સાવરણા અને સાવરણી વેચવા માટે બહારગામ ગયેલા ત્યારે તેમના સંતાનો ત્રણ દીકરી અને ૨ દીકરા ઘરે હતા અને બપોરના સમયે બારથી એક વાગ્યાની આસપાસ તેમની સગીર વયની પુત્રી તેમના ઘરથી થોડે દૂર બાવળની જાડીમાં બરતન લેવા ગયેલ તે સમયે આરોપી જે તેમના મોટાબાપુ થાય છે હરભમ ટપુ એકલતાનો લાભ લઇ આ સગીરા ઉપર દુષ્કર્મ આચ રેલ જેથી સગીરાને સાંજના સમયે પેટમાં દુખાવો થતાં કોઈને જાણ કરેલ નહીં પરંતુ તારીખ 27 9 ના સવારે વધારે દુખાવો થતાં આ સગીરા એ તેમની માતાને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફત પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ દાખલ કરેલ અને પોલીસે સમગ્ર હકીકત જાણી આરોપી અરભમ ટપુની ધરપકડ કરી covid ૧૯ ટેસ્ટ માટે લઈ જવામાં આવેલ છે જેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસર અટકાયત કરવામાં આવશે આ બનાવમાં પોલીસે પોસ્કો કલમ 4 6 8 તેમજ ipc કલમ ૩૭૬ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે આ બનાવની તપાસ રાણાવાવ ઇન્ચાર્જ cpi એચ.એલ આહીર ચલાવે છ

(1:04 am IST)