સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

કચ્છમાં કોરોનાનો ફુંફાડો વધી રહ્યો છે- વધુ ૩૭ કેસ, એક્ટિવ કેસ ૩૯૭ : શહેરી વિસ્તારમાં કેસો વધ્યા પણ ભુજના કોટડા ગામે સ્વૈચ્છિક ટેસ્ટમાં સામટા ૨૭ કેસ પછી ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટ જરુરી, જોકે, સરકારી ચોપડે નવા કેસ અને કુલ મોતની સંખ્યા બાબતે સસ્પેન્સ

(ભુજ) કચ્છમાં કોરોનાનો ફુંફાડો દિનપ્રતિદિન વધી રહ્યો છે. નવા ૩૭ કેસ સાથે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને ૩૯૭ થઈ છે. તો, સાજા થયેલા દર્દીઓ ૧૫૮૦ છે. જ્યારે કુલ દર્દીઓ ૨૦૮૪ થયા છે. મોતનો આંક સરકારી ચોપડે ૬૫ છે. પણ, ૪૨ દર્દીઓની ઘટ આવતી હોઈ બિન સત્તાવાર મોતનો આંક ૧૦૭ હોવાની આશંકા છે. દરમ્યાન સરકારી ચોપડે નવા કેસો હમણાં માત્ર શહેરી વિસ્તારના વધુ દેખાય છે. પણ, ચિંતાજનક વાત એ છે કે, ભુજ તાલુકાના કોટડા ગામે સ્વૈચ્છિક કોરોના ટેસ્ટમાં સામટા ૨૭ કેસ નિકળ્યા એ જોતાં કચ્છના અન્ય ગામડાઓમાં ટેસ્ટ વધારવાની જરુરત છે. જોકે, નવા કેસ વિશે દર્દીઓની માહિતી ન અપાતાં લોકોમાં ગભરાટ વધી રહ્યો છે. ખરેખર જે રીતે કન્ટેન્મેંન્ટ ઝોન વધી રહ્યા છે. એ જોતાં દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. જોકે, ભુજના કોટડા ગામે સ્વૈચ્છાએ લોકડાઉન શરૂ કર્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માસ્ક પહરવા અને સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરવા લોકોએ જાતે જાગૃત થવુ પડશે.

(9:49 am IST)