સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

મોરબીમાં ભગતસિંહની પ્રતિમાને ફુલહાર

મોરબી :  મોરબી : શિવસેના, ગૌરક્ષક કમાન્ડો ફોર્સ, ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસો, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજય ગૌરક્ષક દલ મોરબી હિંદુ સંગઠન સહિતના સંગઠનના કાર્યકરો, હોદેદારોએ વીર શહીદ ભગતસિંહના જન્મદિવસ નિમિતે ગાંધીચોક ખાતે આવેલી ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી ભગવા ધ્વજ લગાડી ઉજવણી કરી હતી. તે ઉપરાંત ક્રાંતિકારી સેના મોરબી દ્વારા ભગતસિંહની પ્રતિમાને દુધાભીષેક કરવામાં આવ્યો હતો અને હારતોરા કરીને ઉજવણી કરી હતી  તે ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોરબીના યુવાનો અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત થાય તે માટે યુવાનો દ્વારા અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરવાના હેતુસર શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને અંગદાન અને દેહદાન માટેના જાગૃત કરવામાં આવ્યા હતા.

(11:37 am IST)