સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

છતર પાસે કારે શ્રમિક પરિવારની ૪ વર્ષની બાળકીને કચડી નાખીઃ મોરબી નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્‍નિનું મોત

મોરબી, તા.૨૯: ટંકારાના છતર ગામે રહેતા પવનભાઈ પાતલીયાભાઈ નિગવાલ અને તેના પત્‍ની રોશનબેન નજીકમાં આવેલ વાડીએ મજુરી કામ માટે ગયેલ હોય અને બપોરના સમયે મજુરી કામ કરી જમવા માટે નીકળતા મોરબી રાજકોટ હાઈવે ક્રોસ કરી પોતાની વાડીએ જતા હોય દરમિયાન સફેદ કલરની ફોરવ્‍હીલ ગાડી જીજે ૦૩ એલએમ ૫૭૨૭ પુર ઝડપે આવતી હોય જે કારચાલકે ફરિયાદીની ચાર વર્ષની દીકરી દિપાલીને અડફેટે લીધી હતી જે અકસ્‍માતમાં માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે માસૂમે દમ તોડ્‍યો હતો બનાવને પગલે ટંકારા પોલીસે કાર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા વનાળીયા સોસાયટીના રહેવાસી અજીતભાઈ જીવાભાઈ આંબલીયા (ઉ.વ.૬૫) પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તે પત્‍ની રમાબેન (ઉ.વ.૫૫) સાથે મોપેડ જીજે ૦૩ ઈડી ૮૫૨૬ લઈને વાંકાનેરના રાતીદેવડી ગામ જવા નીકળ્‍યા હતા દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર બંધુનગર નજીક ડિવાઈડર પાસે સ્‍કૂટર ધીમું હોય ત્‍યારે ટ્રક જીજે ૨૭ ટીટી ૩૯૫૧ ના ચાલકે પાછળથી હડફેટે લેતા સ્‍કૂટર સવાર પતિ અને પત્‍ની ફંગોળાઈ પડી ગયા હતા અને ટ્રકનું વ્‍હીલ પત્‍ની રમાબેન પર ફરી જતા ગંભીર ઈજા પહોંચતા રમાબેનનું મોત થયું હતું જયારે અકસ્‍માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મકનસર પ્રેમજીનગરમાં બે મહિલાઓ બાખડયાની ફરીયાદ

મોરબીના પ્રેમજીનગર મકનસરના રહેવાસી રેખાબેન સંજયભાઈ પરમાર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી કોકિલાબેન જયેશભાઈ શેખવા સાથે મનદુઃખ ચાલતું હોય જેનો રોષ રાખીને આરોપી કોકિલાબેને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે જીલ્લા મેજીસ્‍ટ્રેટ હથીયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના વીરપર ગામે ધમકી

ટંકારાના વીરપરના રહેવાસી સુરેશભાઈ પાલાભાઇ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયદીપ ઉર્ફે ઘોઘો લક્ષ્મણ ચાવડા, વિનોદ કરશન અને પ્રવીણ કરશન રહે બધા વીરપર વાળાએ ફરિયાદી સુરેશભાઈને માર મારી ઈજા કરી તેમજ છરી અને લોખંડ પાઈપ લઈને આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના રાજગર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના રાજપરગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દેવજીભાઈ ખીમજીભાઈ સનારીયા, મનજીભાઈ દેવજીભાઈ વરસડા, ભુપતભાઈ જાદવજીભાઈ દેત્રોજા અને ભુપતભાઈ ભવાનભાઈ બોહ્‍કીયા રહે બધા રાજપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૮૬૩૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:55 am IST)