સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કોરોના વિભાગ માં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં દોડધામ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ અને સિક્યુરિટી દ્વારા પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં

સદનસીબે કોઇ જાનહાની થઇ નથી: શોટૅ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ

વઢવાણ:::સુરેન્દ્રનગર શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે આજે સવારના અગિયાર વાગ્યાના સમયે એકાએક શોર્ટ સર્કિટ થવાની ઘટના બનતા એકાએક આગ લાગવાની ઘટના બની છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે આવેલા કોવિડ વોર્ડમાં એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની છે.

      ત્યારે આ ઈલેક્ટ્રીક સર્કિટ થવા પાછળનું કારણ હાલમાં સરકારી દવાખાનામાં વીજળી નો લોડ વધવાના કારણે આ ઘટના બની હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાથી દર્દીઓમાં ભારે નાસભાગ મચી હતી ત્યારે નવાઈની વાત તો એ છે કે આ વોર્ડ કોરોનાવાયરસ ના દર્દીઓ નો વટ છે જ્યાં આગ લાગવાની ઘટના બનતા કોરોનાવાયરસ ના દર્દીઓ ભયના ઓથાર નીચે દોડાદોડી કરવા લાગ્યા હતા.

 પરંતુ જ્યાં સમયસૂચકતા વાપરી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા તાત્કાલિક અસરે હોસ્પિટલમાંથી ટિયરગેસ છોડી અને આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી જ્યારે આ ઘટના અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો અને સુરેન્દ્રનગર ફાયર ફાયટરો દ્વારા જાણકારી મળતાની સાથે ત્યાં દોડી ગયા હતા હાલમાં કોઈ જાનહાનિ કે દાઝવાની ઘટના બની નથી પરંતુ આ વોર્ડમાં મોટું નુકસાન થયું હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે આગ લાગવાની ઘટના વાયુવેગે ફેલાતા સારવાર મેળવી રહેલા કોરોનાવાયરસ ના દર્દીઓના સગા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

(12:50 pm IST)