સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જુનાગઢમાં બાઇક પાર્ક કરવાના પ્રશ્ને મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો

જુનાગઢ તા. ર૯ : જુનાગઢમાં બાઇક પાર્ક કરવાના પ્રશ્ને મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કરીને યુવાનને ઇજા પહોંચાડી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢના દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા લલીતભાઇ માવજીભાઇ પાટડીયા (ઉ.૪૦) કડિયાવાડ ખાતેની શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા.

ત્યારે વાહન પાર્ક કરવાના પ્રશ્ને શાકભાજી વેંચતી મહિલા અને બે અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઇ જઇને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં લલીતભાઇને માથાના ભાગે ઇજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ફરીયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)