સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયેલ પોરબંદરની ૬ બોટના લાયસન્સ રદ

પોરબંદર, તા. ર૯ : પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા પકડવામાં આવેલ અને પાકિસ્તાનના જુદા-જુદા બંદરોએ રાખવામાં આવેલ પોરબંદર ખાતે રજીસ્ટર્ડ થયેલી ગુજરાતની ૬ ફિશીંગ બોટોને રજીસ્ટ્રેશન તથા ફિશીંગ લાયસન્સ આધાર-૩ થી રદ કરવામાં આવેલ છે. આ બોટમાં ભરત ભીખુ કોટીયાની મત્સવ રાજ બોટ, રજી.નં. આઇએનડી-જીજે-રપ-એમએમ ૪૩૩૬, નાથાલાલ મસાણીની રાજમોતી બોટ, રજી.નં. આઇએનડી-જીજે-રપ-એમએમ-૧૦૩૯,  ભારતીબેન જુંગીની બોટ દેવ વંદના આઇએનડી-જીજે-રપ-એમએમ  ર૭૭૮, ગીરીશ પોસ્તરીયાની બોટ રાસ બિહારી રજી.નં. આઇએનડી-જીજે-રપ-એમએમ-૩૪૧૬, રાજેશ પોસ્તરીયાની બોટ રજી.નં. આઇએનડી-જીજે-રપ-એમએમ-૩૧૯, નિલેશ પાંજરીની બોટ ગંગા સાગર રજી.નં. આઇએનડી-જીજે-રપ-એમએમ-૩૦૭૧ ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફિશીંગ લાયસન્સ રદ થયેલ છે તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી પોરબંદર દ્વારા યાદીમાં જણાવાયું છે.

(1:06 pm IST)