સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

ધોરાજી - ઉપલેટા અને જેતપુરમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ : કેન્દ્ર બિંદુ ઉપલેટા થી ૨૫ કિલોમીટર દૂર : મોડીરાત્રીના જૂનાગઢ જિલ્લામાં અને સવારે જામનગર જિલ્લામાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો

રાજકોટ : આજે બપોરે ધોરાજી - ઉપલેટા અને જેતપુરમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટા થી ૨૫ કિલોમીટર દૂર હતું.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે બપોરે ૩ : ૫૯ વાગ્યે ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટા થી ૨૫ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.

આ ભૂકંપના આંચકાનો અનુભવ ઉપલેટા ઉપરાંત જેતપુર - ધોરાજી સહિતના વિસ્તારોમાં થયો હતો. બપોરે ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

આજે સવારે ૧૦ : ૩૨ વાગ્યે જામનગર જિલ્લામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ જામનગર થી ૩૫ કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ હતું.

આ ઉપરાંત કાલે મોડી રાત્રે ૩ : ૪૧ વાગ્યે જૂનાગઢ જિલ્લામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ૧.૨ ની હતી.

(4:27 pm IST)