સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ: ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર 2થી 3 ઇંચ ખાબક્યો

બાંદરા, દેવચડી, મોવિયા સહિતના ગામોમાં વરસાદ: હાઈ વે પર પણ અનરાધાર : ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ

 

ગોંડલ : ગોંડલ પંથકમાં આજે મોડીસાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો સાંજે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ વરસાદ પડ્યો હતો ગોંડલ શહેર સહીત ગ્રામ્યમાં બાંદરા, દેવચડી, મોવિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી હતી

 ગોંડલ શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જયારે ગ્રામ્યમાં 2થી 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા

(9:28 pm IST)