સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

કચ્છમાં કોરોનાના નવા 24 કેસઃ કુલ કેસનો આંકડો 2108એ પહોંચ્યો : ભુજના 49 વિસ્તારમાં પ્રવેશબંધી

ભુજઃ ભુજમાં 9 સાથે કચ્છમાં  કોરોનાના વધુ 24 કેસ નોંધાયાં છે. ભુજ શહેરમાં 6 અને તાલુકામાં 3 મળી 9 કેસ નોંધાયાં છે. ગાંધીધામ શહેરમાં 4 કેસ તો મુંદરા તાલુકામાં 4 કેસ નોંધાયાં છે. અંજાર શહેરમાં 2 અને તાલુકામાં 1 મળી 3 કેસ, લખપત તાલુકામાં 2 કેસ, માંડવી અને રાપર તાલુકામાં 1-1 કેસ નોંધાયાં છે. નવા 24 કેસ સામે આજે કોરોનાથી સ્વસ્થ થઈ ચૂકેલાં 33 દર્દીને રજા અપાઈ હતી.24 કેસના ઉમેરા સાથે કચ્છમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2108 પર પહોંચ્યો છે. જેમાંથી 1613 સાજા થઈ ચૂક્યાં છે. 386 હાલ એક્ટિવ કેસ છે જ્યારે 65 દર્દીના મોત નીપજ્યાં છે. જો કે, બીનસત્તાવા મરણાંક વધીને 44 પર પહોંચ્યો છે. વિવિધ સરકારી હોસ્પિટલમાં 638 અને ખાનગી હોસ્પિટલમાં 7 મળી કુલ 645 બૅડ સારવાર માટે ખાલી છે.

સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં શ્રીજી કૃપા, છછ ફળીયા, ખેતરપાળ મંદિરની બાજુમાં આવેલ પુનિત જમનાદાસ સોનીનું ઘર (શ્રીજી કૃપા-ત્રણ માળની ડેલી) કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં મોટાપીર ચાર રસ્તા પાસે મદીનાનગરમાં આવેલ ઉમર ફારૂક ખત્રીના ઘર સહિત બાજુમાં સૈયદ મંજુરઅલી યુસુફનું ઘર, પાછળ આવેલ દુકાન તથા મેમણ લતીફ હારૂનનું ઘર કુલ-૩ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં છઠ્ઠીબારી રીંગરોડ પર દેવમ એપાર્ટમેન્ટમાં આવેલ રવિલાલ રૂપસી પારેખનું ઘર, કાંતિલાલ સોમચંદ મોરબીયાનું ઘર તથા વિપુલ કાંતિલાલ મોરબીયાનું ઘર કુલ-૩ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં હાથીસ્થાન શાળા નં.૫, જુની સેન્ટ્રલ જેલ પાછળ, મછીયારા ફળીયામાં આવેલ જમીલાબેન શેખનું ઘર, બાજુમાં ઈમરાન ઉસ્માન શેખનું ઘર, સામેની બાજુ ગોહિલ ઝુલ્ફીકારનું ઘર તથા બીજી બાજુનો ચોક કુલ-૩ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં ત્રિમંદિર રોડ પર પાણીના ટાંકા પાસે આવેલ અર્પણ રાજેન્દ્રભાઇ ઠકકરનું ઘર (ઘર નં.૮૦) કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં ઉપલી પાળ જન્નત મસ્જિદની બાજુમાં આવેલ અંજનાબેન જોતિન્દ્ર ગોરનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં છછ ફળીયું વોકળા ફળીયાની બાજુમાં આવેલ પુષ્પાબેન અમૃતલાલ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવમ પાર્ક-૧ મહિલા આશ્રમ પાસે આવેલ ઘરળા પ્રજ્ઞાબેન નરેન્દ્રભાઇના ઘર સહિત બાજુમાં જયંતિલાલ જોશીનું ઘર, કુણાલ ખેતશી વાળંદનું ઘર તથા બિપિનકુમાર શિવલાલ કડિયાનું ઘર કુલ-૪ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં લવકુશ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.બી-૯ તથા ઘર નં.બી-૧૦ કુલ-૨ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં સરદાર પટેલ નગર, હરિપર રોડ પર આવેલ જીગર જગદીશભાઇ દોશીનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં એમ.ઈ.એસ. રોડ પર કલાપુર્ણમ સોસાયટીમાં આવેલ ઈશાનભાઇ જયેશભાઇ મહેતાનું ઘર (ઘર નં.૭૧-એ) કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ટાઇપ સ્કવેર વિલામાં આવેલ ઘર નં.૭ (ધર્મેશભાઇ જયંતીલાલ પારેખ) ના ઘરથી ચંદ્રકાંતભાઇ શાહના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ટાઈમ સ્કવેર વિલામાં આવેલ ઘર નં.૧૮ (બિન્દીબેન પ્રવિણાભાઇ કોરડીયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવમ પાર્ક-૨ મહિલા આશ્રમ પાસે આવેલ રમેશ સોમા વસાવાના ઘર સહિત બાજુમાં કમલેશકુમાર વસાવાનું ઘર, રમેશ રામદાસનું ઘર તથા અબ્બાસ કતિયારનું ઘર કુલ-૪ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે પટેલ વાસમાં આવેલ કિશોર ખીમજીભાઇ વરસાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે આશાપુરા સોસાયટીમાં આવેલ કલ્પેશ મેઘજીભાઇ ઉમરાણીયાનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના ધાણેટી ગામે રબારીવાસમાં રામદેવપીર શેરીમાં આવેલ ગોકર હીરાભાઇ રબારીના ઘરથી પુરીબેન નાથાભાઇ રબારીના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના કોટડા ઉગમણા (ચકાર) ગામે રિલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં આવેલ ગણપતભાઇ જેઠાભાઇ ભગતના ઘરથી ભરત નારણ ધોળુના ઘર સુધી કુલ-૯ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં સેવનસ્કાય બંગ્લોઝમાં આવેલ પ્રદિપસિંહ વિક્રમસિંહ જાડેજાનું ઘર કુલ-૧ ઘરને તા.૮/૧૦ સુધી, ભુજ શહેરમાં લાખા ફળીયામાં આવેલ કાશીબેન ગોવર્ધનદાસના ઘર સહિત આજુ-બાજુના અન્ય ત્રણ ઘર (બંધ ઘર) કુલ-૪ ઘરોને તા.૮/૧૦, ભુજ શહેરમાં ઘનશ્યામનગર દરજી કોલોનીમાં આવેલ ચમનલાલ ફતેસિંગ સંગવી (મકાન નં.૨૫) નું ઘર કુલ-૧ ઘરને તા.૮/૧૦ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૫ માં આવેલ ધીરૂદાન માવલદાન બાટીના ઘરથી ધમેન્દ્રભાઇ સોનીના ઘર સુધી તથા સામેની બાજુ જિતેન્દ્ર કાંતિલાલ જોશીના ઘરથી આશિષભાઇ મહેતાના ઘર સુધી કુલ-૬ ઘર અને બંધ ઘર-૧ને તા.૮/૧૦ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં પારેખ પેલેસ એપાર્ટમેન્ટમાં આવેલ સંજયભાઇ ત્રિભોવનદાસ મોરબીયાનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં કલ્યાણેશ્વર વાડીમાં આવેલ ઘર નં.બી/પ (નરેન્દ્રભાઇ વિસનજીભાઇ ભાટીયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવ-શકિત દેવ એવેન્યુની બાજુમાં આવેલ મનહરસિંહ મહેન્દ્રસિંહ ગોલાનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં બેન્કર્સ કોલોનીમાં ભીડભંજન મહાદેવ મંદિરની બાજુમાં આવેલ નિતિનભાઇ વસંતલાલ કેશવાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં નાગેન્દ્ર પાર્ક, ખાદીબાગમાં આવેલ શશીબેન બાલા શર્માનું ઘર વાઘજીભાઇ રાજુ શર્માનું ઘર તથા મનસુખલાલ ઠકકરનું ઘર કુલ-૩ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં છછ ફળીયામાં લોહાણા મહાજન વાડી પાસે આવેલ જમનાદાસ સોનીનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં ઓધવવંદનામાં આવેલ ઘર નં.૨/૬૦ (સંજીવકુમાર રાય) નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં ગેરવાડી વંડીમાં આવેલ હર્ષદભાઇ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં સંતોષી માંના મંદિરની સામે, માતૃછાયા સ્કુલ સામે આવેલ પ્રેમિલાબેન પરસોતમભાઇ ઠકકરના ઘરથી આશિષભાઇ હિમાંશુરાય ધોળકીયાના ઘર સુધી કુલ-૨ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં શરદબાગની સામે ‘‘માતૃછાયા’’ માં આવેલ રાજેશ્વરીબા જાડેજાનું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં લંઘા શેરીમાં આવેલ રંજનબેન ઠક્કરનું ઘર તથા બાજુમાં કાન્તિભાઇ ઠક્કરનું ઘર કુલ-૨ ઘરોને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં જયુબીલી ગ્રાઉન્ડ પાસે અક્ષયરાજ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૩૦૧ (શૈલેષ ભગવતીપ્રસાદ પુરોહિત) ના ઘરથી ઘર નં.૩૦૬ (કાનજીભાઇ જેઠાભાઇ પટેલ) ના ઘર સુધી કુલ-૬ ઘર અને ૩ બંધ ઘરોને તા.૧૦/૧૦ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ભટૃવાળી વિસ્તારમાં આવેલ લાલજી પાંચા સેંધાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ તાલુકાના ભુજોડી વર્ધમાનનગર ગામે નેમનાથ એન.સી.-૭૨ (રસિકલાલ નાગજી શાહ) ના ઘર સહિત અશોક રવિલાલ વોરાના ઘરથી જયંતીલાલ જેમલ શાહના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં હિનાપાર્ક-૧ સુરલભીટ રોડ પર આવેલ ઘર નં.૯૦ (અલીમામદ હારૂન ચાકી)નું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ ઉપર નાગરિક સોસાયટીમાં આવેલ ઘર નં.૬બી (આનંદ હરીદાન ગઢવી) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં કેમ્પ એરિયામાં કેમ્પ પોલીસ ચોકી સામે આવેલ ‘‘ભુજ હાઉસ’’ કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. વિસ્તારમાં આવેલ ઘર નં.બી-૫૩ (સુરેન્દ્ર નવીનચંદ્ર ઠકકર)નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં યોગેશ્વરધામ આર.ટી.ઓ.માં આવેલ ઘર નં.૪૮ (દિપ કનુભાઇ ઠકકર)નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં રેવેન્યુ કોલોનીમાં આવેલ ઘર નં.૧૦-બી (પુષ્પદાન ગઢવી)નું ઘર કમ્પાઉન્ડ કુલ-૧ ઘરને તા.૮/૧૦ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં ગામે મલવાડી વિસ્તારમાં આવેલ જયેશભાઇ રતિલાલ સોનીના ઘરથી શંકર મંદિર સુધીના કુલ-૧૧ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે માધવ રેસીડેન્સીમાં આવેલ રાજશી રામદેવ કંડોરીયાના ઘરથી વિનોદ નાનાલાલ ઠકકરના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે પટેલવાસમાં આવેલ રસિક વિશ્રામ પાંચાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે આર.એસ.એસ. ચોક પાસે આવેલ વેલબાઇ કલ્યાણ કુંવરજી હાલાઇનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના મમુઆરા ગામે સુથાર પ્રતાપ ગોપાલના ઘરથી હસખુમ ગોપાલના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કોટડા (ઉગમણા) ગામે મેઇન બજારમાં આવેલ વિનોદ દેવજી ધોળુના ઘરથી જમણી બાજુ નવલસિંહ જાલમસિંહ જાડેજાના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કોટડા (ઉગમણા) ગામે અજોરીયા વિસ્તારમાં આવેલ પરસોતમ જીવરાજ ધોળુના ઘરથી શાન્તાબેન શામજી ધોળુના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૯/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

(10:15 pm IST)