સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th September 2021

કચ્છ જિલ્લામાં એક સપ્તાહ વરસાદી માહોલ રહેશે : કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે ફુંકાશે ભારે પવન

પૂર્વમાં ગુલાબ વાવાઝોડાના કારણે પશ્ચિમ છેડે આવેલા કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના

કચ્છ જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તો સાથેજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે આ અંગે હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે જણાવ્યું હતું કે પૂર્વમાં ગુલાબ વાવાઝોડાના કારણે પશ્ચિમ છેડે આવેલા કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે

(11:38 pm IST)