સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th September 2021

પોલીસની આબરૂના લીરેલીરા : રવાપર રોડ પર ધોળાદિવસે બંદુકની અણીએ લુંટનો પ્રયાસ.

બાઈક સવાર શખ્સોએ દ્વારા એક એકટીવા ચાલકને મરચાની ભૂકી નાખીને ઝપાઝપી: બંદુક દેખાડીને થેલામાં ભરેલ રૂપિયા લૂટવાનો પ્રયાસ

મોરબીમાં ગુનેગારોને પોલીસનો ડરના રહ્યો હોય તેમ મોરબી શહેરમાં ગુનેગારો ગુનાખોરીને અંજામાં આપી રહ્યા છે ત્યારે મોરબીમાં પોલીસની આબરૂના લીરેલીરા ઉડ્યા છે મોરબીના રવાપર રોડ પર દિન દહાડે બંદુકની અણીએ લુંટનો પ્રયાસ થયો છે
મોરબીના રવાપર પર દિન દહાડે રોડ વચ્ચે બાઈક સવાર શખ્સોએ દ્વારા એક એકટીવા ચાલકને મરચાની ભૂકી નાખીને ઝપાઝપી કરવામાં આવી હતી અને બંદુક દેખાડીને થેલામાં ભરેલ રૂપિયા લૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ઝપાઝપી રોડ પર થઇ રહી હતી ત્યારે મહાવીર બારડ અને પીયુષ પટેલ નામના વ્યકતીઓએ વચ્ચે પડીને લુંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો તો એકટીવા ચાલક વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા હોવાની માહિતી મળી હતી અને તે તેના એકટીવામાં પૈસાનો થેલો લઈને જઈ રહ્યા હતા.વસંતભાઈને હાલ મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
મોરબીમાં સરા જાહેર આવા બનાવો બનતા પોલીસની નાક કપાયું છે જાહેર રોડ પર બંદુકની અણીએ લુટનો પ્રયાસ કરવામાં આવ્યા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ ચલાવવામાં આવી છે.

(11:40 am IST)