મોરબીના લાલપર ગામે કોરોના વોરિયર્સનું સન્માન અને વિવિધ કામોનું લોકાર્પણ કરાયું
મોરબી તાલુકાના લાલપર ગામે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ અને વિવિધ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના લાલપર ગામે યુવા ગ્રુપ, લાલપર સોશ્યલ ગ્રુપ- મોરબી દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા 28 આરોગ્ય અધિકારી, જેઓએ કોરોના કાળમા પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વિના નિષ્ઠાપુર્વકની ફરજ બજાવી અનેક લોકોને સારવાર આપી અને અત્યારે રસીકરણ અભિયાનને સફળ બનાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, તેવા કર્મશીલ આરોગ્યકર્મીઓનુ શીલ્ડ દ્વારા સન્માન કરાયું હતું.
સમગ્ર કાર્ય ક્રમનુ સંકલન લાલપરના પુર્વ સંરપંચ અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા એ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગ્રુપ તથા કમલેશભાઇ, મુકેશભાઇ, હરીભાઇ, બીપીનભાઇ, વિપુલભાઇ, વિરલભાઇ, કિશોરભાઇ એ જહેમત ઉઠાવી હતી.