News of Wednesday, 29th September 2021
પોરબંદરમાં સી.આર.પાટીલનો કાર્યક્રમ મોકૂફ
અતિભારે વરસાદ અને પવન ફુંકાવવાની શકયતાના પગલે કાર્યક્રમ મોકુફ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૯ : ભાજપ શહેર પ્રમુખ સી.આર.પાટીલનો આવતીકાલનો પોરબંદરનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં અતિ ભારે રવાસદ અને પવન ફુંકાવવાની આગાહી અને શકયતાને લીધે ભાજપ શહેર પ્રમુખ સી.આર.પાટીલનો આવતીકાલનો પોરબંદરમાં રોડ-શો તેમજ મહિલા સંમેલનને સંબોધન સહિત તમામ કાર્યક્રમો હાલ પૂરતા મોકુફ રાખવામાં આવ્યા છે.
(3:45 pm IST)