News of Wednesday, 29th September 2021
કચ્છમાં ભારે પવન, ગાજવીજ વચ્ચે ધીમો વરસાદ
અંજાર, ભચાઉ, મુન્દ્રા દોઢ ઇંચ, ગાંધીધામ, રાપર, ભુજ, અબડાસા, માંડવી એક ઇંચ, લખપત અને નખત્રાણા ઝરમર (સાંજે ૬ વાગ્યા સુધી)
ભુજ : ગુલાબ વાવાઝોડાની અસર તળે કચ્છમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. એકાએક ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જોકે, ઘનઘોર વરસાદી માહોલ વચ્ચે સાંજે ૬ વાગ્યા સુધી ધીમો વરસાદ પડ્યો હતો. વરસાદના આંકડા જોઈએ તો, સાંજે ૬ વાગ્યા સુધીમાં અંજાર, ભચાઉ, મુન્દ્રા દોઢ ઇંચ, ગાંધીધામ, રાપર, ભુજ, અબડાસા, માંડવી એક ઇંચ, લખપત, નખત્રાણા ઝરમર વરસાદ પડ્યો છે. હજીયે ઘનઘોર વરસાદી માહોલ છે.
(6:12 pm IST)