સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

અમરેલી-જીલ્લામાં શિક્ષણ વ્યવસ્થાને શાનદાર બનાવાશે : કૌશિક વેકરિયા

ભાજપના સંકલ્પ પત્રને આવકારતા ભાજપના ઉમેદવાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૯ : અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું છે કે   શિક્ષણનું આધુનિકરણ અને શિક્ષણના માળખાગત સુધારા માટે સતત પ્રયત્નશીલ રહીશ. મારા વિસ્તારની શાળાઓની સમયાંતરે મુલાકાત લેતો રહીશ અને શિક્ષણ વ્યવસ્થાને શાનદાર બનાવવાનો પ્રયત્ન કરીશ. યુવાનોની સ્કીલ ડેવલપમેન્ટ માટે એક લ્ત્ત્જ્ઞ્શ્રશ્ર ઝ્રફૂરુફૂશ્રંષ્ટૃફૂઁદ્દ  સેન્ટરની શરુઆત કરીશ. જેથી કરીને મારા વિસ્તારના યુવાનો દેશના અન્ય શહેરો તેમજ દુનિયા સાથે તાલ મિલાવીને આગળ વધી શકે. યુવાનોના શિક્ષણ, અને રોજગારીની તકો માટે સતત તેમની સાથે સંવાદ કરતો રહીશ. સાથે જ મારા વિસ્તારના યુવાનોને સ્ટાર્ટઅપ માટે મારાથી બનતી તમામ મદદ પણ કરીશ. ઉદ્યોગકારો સાથે સંવાદ કરીને મારા વિસ્તારમાં નવા ઉદ્યોગો સ્થપાય અને રોજગારીની નવી તકોનું નિર્માણ થાય તે જરૂરી છે.

લોકોને સ્વાસ્થ્યની સારી સુવિધા મળી રહે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી તમામ યોજનાઓ જેવી કે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ વગેરેનો લોકોને લાભ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.  લોકોને  રસ્તાઓની તકલીફ નહીં પડવા દઉં. રોડ-રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહીશ. રોડ-રસ્તાઓનું નેટવર્ક વધએ અને શ્રેષ્ઠ બને તે માટે પ્રયાસ કરીશ.

મારા વિસ્તારના ગામડાઓને મોડેલ વિલેજ બનાવવાની દિશામાં કામ કરવાનો હું સંકલ્પ કરું છું. જે રીતે દેવરાજિયા ગામની શકલ અને સુરત બદલી, તે જ રીતે મારા વિસ્તારના અન્ય ગામડાઓ પણ એ દિશામાં આગળ વધે તેવો પ્રયત્ન કરીશ. જળસંચયના કાર્યોને વેગ મળે. જે માટે જળાશયો ઉંડા કરવા, નવા ચેકડેમ બનાવવા અને જૂના ચેકડેમનું મેન્ટેનસ કરવામાં આવશે. જેથી તેનો સીધો લાભ ખેડૂતોને મળે. ગાય આધારિત તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે દિશામાં કામ કરીશ. જેથી લોકોના સ્વાસ્થ્યને ફાયદો થાય અને સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો કરી શકાય.

આ જિલ્લાના સુદ્રઢ સહકારીઙ્ગ માળખા દ્વારા સહકારથી સમૃદ્ધિ આવે તે માટે હું પ્રયત્નશીલ બનીશ. સતત મારા વિસ્તારના લોકો સાથે સંપર્કમાં રહીશ અને તેમની સાથે જોડાયેલો રહીશ. તેમની દરેક નાની-મોટી મુશ્કેલીમાં તેમની સાથે રહીને ખરા અર્થમાં તેમનો અવાજ અને પ્રતિનિધી બનીશ. ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ નો અમલ કરાશે. એપીએમસી ખેડૂત મંડળીઓ કોલ્ડચેન વેરહાઉસ મજબૂત બનાવાશે.સુજલામ સુફલામ સૌની યોજના ,સૂક્ષ્મ સિંચાઈ સિંચાઈ ટપક સિંચાઈ નો વિસ્તાર કરાશે.મુખ્યમંત્રી શ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અમલીકરણ થશે. શ્રમિકોને બે લાખ સુધીના ગેરંટી વગરની લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ યોજના. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ માટે ડબલ બજેટ ની જોગવાઈ અને એમાં આહીર સમાજનો પણ સમાવેશ કરાયો છે તેમ અમરેલીના ભાજપના ઉમેદવાર કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું છે.

(1:18 pm IST)