સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

જામનગરમાં નરેન્‍દ્રભાઇ હકુભા જાડેજા સહિત આગેવાનોને રૂબરૂ મળ્‍યા

રાજકોટ તા. ર૯ : જામનગરમાં સભા પૂર્વે, સભા સ્‍થળે ઉભા કરાયેલા પીએમ રૂમમાં ભૂતપૂર્વ ધારાસભ્‍ય હકુભા જાડેજા સહિત કેટલાક આગેવાનોને અંગત રીતે મળ્‍યા હોવાની બિનસત્તાવાર વાત બહાર આવી. શહેર અને જિલ્લાની સાત બેઠકોના ઉમેદવારોને પણ વન ટુ વન મળ્‍યાની ચર્ચા....સભામાં કેટલી સંખ્‍યા થઇ તે વિશે મતમતાંતર.... છે. ૧ર થી ૧પ હજારથી લઇને ર૦ થી રપ હજારની જનમેદની હોવાની ચર્ચા થઇ છે.

(1:22 pm IST)