સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

જેતપુરના કણકિયા પ્લોટમાં દુકાનમાંથી ઇંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે ઝડપાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૯: શહેર પોલીસ ગઇકાલે પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન મળેલ બાતમીના આધારે કણકીયા પ્લોટ કમલેશ પકોઠા સામે ઓમ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દારૂ અંગેની રેડ કરતા દુકાન માલીક વિનોદ ગોરધનભાઇ ભાલારા રહે. પટેલનગર જુના પાંચ પીપળા રોડ હાજર હોય દુકાનમાં તપાસ કરતા ટેબલના ખાનામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ મળી આવતા પોલીસે વિનોદ ભાલારાને દારૂની બોટલ નંગ-૬ કિ. રૂા. ૧૮૦૦ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:28 pm IST)