સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

હાઇફાઇ ગણાતી ખંભાળિયા બેઠક માટે પ્રાંત અધિકારી પાર્થ કોરડીયા દ્વારા સંપૂર્ણ વ્‍યવસ્‍થા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૯ : દ્વારકા જિલ્લાની હાઇફાઇ ગણાતી ખંભાળિયા બેઠક માટે તા. ૧-૧૨-૨૨ના યોજાનાર મતદાન માટે મતદાન મથકો પર તમામ વ્‍યવસ્‍થા ડે. કલેકટર તથા ચૂંટણી અધિકારી પાર્થ કોરડીયાએ પૂર્ણ કરી છે તથા તા. ૩૦-૧૧ના સવારે જ તમામ સ્‍ટાફ સ્‍થળ પર પહોંચી જશે.

ખંભાળિયા બેઠક પર ખંભાળિયા તથા ભાણવડ તાલુકો આવે છે. જેમાં કુલ ૩,૦૨,૬૫૫ મતદારો છે. જેમાં ૧,૫૪,૬૨૨ પુરૂષો તથા ૧,૪૮,૦૨૭સ્ત્રીઓ છે. ૮૦ વર્ષ ઉપરના ૭૦૦૩ મતદારો અહીં છે તો ૩૯૧૮ દિવ્‍યાંગો છે.

ચૂંટણી અધિકારી પાર્થ કોરડીયા દ્વારા જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડયા તથા મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્‍થા ડાંગરના માર્ગદર્શન હેઠળ તમામ વ્‍યવસ્‍થા કરી જરૂરી ટ્રેનીંગો આપીને મતદાન મથક અધિકારી તથા મદદનીશોને તૈયાર કરાયા છે તથા દરેક મતદાન મથક પર પોલીસને પણ રાખવામાં આવ્‍યા છે. ખંભાળિયા બેઠક પર ૩૩૫ મતદાન મથકો તથા ૨૧૧ સ્‍થળો છે. જેના પર ૩૩૫ પ્રિસાઇડીંગ ઓફિસર ૩૩૫ બી.એલ.ઓ. તથા ૩૭ ઝોનલ અધિકારી નીમાયા છે.

સંવેદનશીલ મથકો પર વેબ કાસ્‍ટીંગ

ખંભાળિયા વિસ્‍તાર તથા ભાણવડના ૫૦ ટકા જેટલા સંવેદનશીલ તથા મહત્‍વના બુથો પર લાઇવ વેબ કાસ્‍ટીંગની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(1:29 pm IST)