સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th January 2023

જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં સામાન શોધી કઢાયો

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૮ : અરજદાર શોએબ યાસીમભાઇ મલેકના માતા બસ સ્‍ટેન્‍ડ પાસેની હોસ્‍પીટલ ખાતે સારવાર હેઠળ હોય, સારવાર પૂર્ણ થયેથી હોસ્‍પીટલમાંથી રજા આપ્‍યા બાદ શોએબભાઇ અને તેમનો પરીવાર ઓટો રીક્ષામાં ઘરે જવા નીકળેલ. ગાંધીચોક પહોચતા તેમને માલુમ થયેલ કે તેમની સાથેનો ૧ થેલો કે જેમાં ૨,૦૦૦/- રોકડ રૂપીયા તથા દવાખાના માટેની જરૂરી વસ્‍તુઓ તેમજ મોબાઇલ ચાર્જર જેવી વિગેરે મળી કુલ ૪,૦૦૦/- ની કીંમતની વસ્‍તુઓ હતી તે થેલો રસ્‍તામાં કયાંય પડી ગયેલ છે.  શહેરના બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પી.આઇ. એન.એ.શાહ ને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખાના (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) અને બી ડીવીઝન પો.સ્‍ટે. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ  રેન્‍જના આઈજી  મયંકસિંહ ચાવડા તથાજીલ્લા પોલીસ વડા  રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. ડી.વાય.એસ.પી. એચ.એસ. ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ બી. ડીવીઝન પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એન.એ.શાહ, પો.કોન્‍સ. વનરાજસીંહ ચુડાસમાં, સંજયભાઇ માલમ તથા નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્‍સ. હાર્દીકસીંહ સીસોદીયા, પાયલબેન વકાતર, હીનાબેન વેગડા એન્‍જીનીયર અભીષેક વાઘેલા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી સામાન શોધી ગણતરીની કલાકોમાં જ પરત કરાયો હતો.

(11:03 am IST)