મોરબીમાં બે સ્થળે વિદેશી દારૂના દરોડા સપ્લાયર સહીત ૪ શખ્સો પકડાયા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨૮: વિદેશી દારૂના મોરબીમાં પોલીસે બે સ્થળે દરોડા પાડી સપ્લાયર સહીત ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી એ સમયે નાનીબજાર ચોકથી આગળ બુડાબાવાની શેરીના નાકે ખંડેર મકાનમાં આરોપી અકરમ મહેબુબભાઇ ચાનીયા પોતાના કબ્જામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપીયા ૩૦૭પ૦ની ૬૬ બોટલ સાથે ઝડપાયા હતા. પોલીસની પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે આરોપી ઋષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા પાસેથી દારૂનો જથ્થો મેળવી ખંડેર મકાનમાં વેચાણ કરવા અર્થે રાખતા હતા. જે મામલે પોલીસે વધુ તપાસ દરમિયાન આરોપી ઋષિરાજસિંહ જાડેજા પણ ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે ત્રાજપર ચોકડીથી રામકુવા પાસે આવેલા ધર્મગોલ્ડ શોપીંગ સેન્ટર નામના કોમ્પલેક્ષમાં દરોડા પાડયા હતા. જયાં ધાબા ઉપર આરોપી હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા વિદેશી દારૂની ૭૦ બોટલ સાથે ઝડપાયો હતો. જેથી પોલીસે મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.