સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th January 2023

વેરાવળના આજોઠા ગામમાં ૨૫ જેટલા શ્વાનોની હત્‍યાથી મચેલો ખળભળાટ ?

એનીમલ વેલફેર બોર્ડના સભ્‍ય રાજેન્‍દ્ર શાહ દ્વારા ગૃહમંત્રી સમક્ષ આકરી રજુઆતઃ કડક પગલાની માંગ : ગામને બદનામ કરવા સોશ્‍યલ મીડીયાનો ઉપયોગ કર્યાનો ધારાસભ્‍યની સ્‍પષ્‍ટતા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: વેરાવળ તાલુકાના આજોઠા ગામે પાંચ થી છ દિવસ પહેલા કૃરતાની હદ પાર કરતુ રાક્ષસી કૃત્‍ય સામે આવ્‍યું છે જેથી  ખળભળાટ મચી જવા પામેલ છે એક સાથે રપ જેટલા શ્‍વાનો અને ગલુડીયાઓને બે રહમી પુર્વક મોત ને ઘાટ ઉતારી દેવામાં આવેલ છે આ ઘટના તાલાલા વિસ્‍તારમા ધારાસભ્‍યનું રહેણાંક છે ત્‍યાંજ બનેલ હોય શ્‍વાન હત્‍યાકાંડની જાણ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્‍યાપેલ છે અને ગૃહમંત્રી,જીલ્લા કલેકટર,એસ.પી ને શ્‍વાનોને ઘાતકીય હત્‍યા કરનાર યુવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

આજોઠા ગામે સમુહ લગ્ન હોય જેથી આખા ગામમાં સફાઈ અભીયાન હાથ ધરવામાં આવેલ હતું ત્‍યારે ગામમાં રહેતા શ્‍વાનો તથા ગલુડીયાઓ વચ્‍ચે આવતા હોય જેથી ગામના યુવાનોએ મળી શ્‍વાનોને બે રહેમી પુર્વક કતલેઆમ કરેલ છે ગલુડીયાઓને પણ કોથળામાં પુરી મોતને ઘાટ ઉતારયા હોવાનું ગ્રામજનોમાંથી જાણવા મળેલ છે ક્રુરતા તો એ વાત છે કે એક પરીવારના ઘર પાસે યુવકો શ્‍વાનની હત્‍યા માટે પહોચ્‍યા ત્‍યારે તેમને મહીલાઓએ અટકાવતા તેમની સાથે ગેરવર્તન કરતા પોલીસ ફરીયાદ કરવાનું નકકી કર્યુ હતું પણ કાયદેસર ની કોઈ પ્રકીયા ન થાય તે માટે મામલો દબાવી દેવામાં આવેલ છે. તેમ ત્‍યાના રહીશોએ જણાવેલ છે.

આ ઘટનાની જાણ થતા એનીમલ વેલફેર બોર્ડના સભ્‍યો રાજેન્‍દ્ર આર.શાહે ગૃહમંત્રી, જીલ્લા કલેકટર, એસ.પી ને ઈમેલ દ્રારા જાણ કરેલ છે કે ક્રૃરતાની હદ પાર કરતા લોકોનું એક રાક્ષસી કૃત્‍ય સામે આવ્‍યું છે જેમાં ગામમાં સમુહ લગ્ન નિમીતી સફાઈ અભિયાનના નામે ગામને શ્‍વાન મુકત બનાવવાનું અભીયાન ચલાવી રપ જેટલા નિદોર્ષ શ્‍વાનોને મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાની ઘટના બહાર આવી છે તેમજ સમાચારોના માઘ્‍યમથી જાણવા મળેલ છે વીડીયો જોતા અબોલ નિદર્ષે જીવોની નિર્દયતાપુર્વક હીંસા કરી મોતન ઘાટ ઉતાર્યુનું સ્‍પષ્‍ટ જણાય છે  તથા કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

તાલાલા વિસ્‍તારના ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ આજોઠામાં રહેણાંક ધરાવતા હોય તેની સાથે સંપર્ક કરતા તેમને જણાવેલ હતું કે ગામમાં સમુહલગ્ન હોય જેથી ત્રણેક દિવસથી અહી છું આવી ગંભીર ઘટના કોઈ ઘ્‍યાનમાં આવેલ નથી તપાસ કરતા યુવાનોએ જણાવેલ કે એક કુતરી કરડતી હોય જેથી તેના ગલુડીયા સાથે તેને બીજા સ્‍થળે ખસેડેલી હોય જેના વીડીયો ખોટો છે જો આટલા શ્‍વાનો મારવામાં આવેલ હોય તો આખું ગામ દુર્ગધ મારતું હોય શ્‍વાન ને રક્ષણ કરવાની જવાબદારી આખા ગામની છે આવો માટો કોઈ બનાવ બનેલ નથી સોશ્‍યલ મીડીયા માં બધુ વાઈરલ થયેલ છે ફકત ગામને બદનામ કરવા સોશ્‍યલ મીડીયાનો ઉપગોગ કરાયેલ હોવાનુ ધારાસભ્‍ય બારડે જણાવેલ છે.

(1:38 pm IST)