સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિરના તૃતિય પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

મોરબીના શકત શનાળામાં આવેલી સરસ્વતી શિશુ મંદિર ખાતે આવેલા ભારત માતા મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં 28 જાન્યુઆરી ને શનિવારે બપોરે 3 વાગ્યે 17 થી 21 વર્ષની યુવતીઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં “”દીકરીઓ સાવધાન” વિષય પર ખૂબ જ હળવી શૈલીમાં વક્તા કનુભાઈ કરકર (નિવૃત્ત પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ) દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ કંચનબેન ભૂત દ્વારા પોતાના સંતાનની સંભાળ કેવી રીતે રાખવી અને માતાની ફરજ કેવી રીતે બજાવવી તેની સરસ માહિતી આપવામાં આવી હતી અને સામાજિક કાર્યક્રર રંજનબેન મકવાણા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

28 જાન્યુઆરીએ રાત્રે 9 કલાકે સમાજ શ્રેષ્ઠિઓનું સંમેલન યોજાયું હતું. જેમાં અતિથિ તરીકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વક્તા કનુભાઈ કરકર દ્વારા “સફળ જીવનનો આધાર શ્રેષ્ઠ ચિંતન” વિષય પર પ્રવાચમ આપવામાં આવ્યું હતું.

તારીખ 29 જાન્યુઆરી ને રવિવારે સવારથી જ તૃતીય પાટોત્સવ નિમિત્તે યજ્ઞશાળામાં યજ્ઞ તથા 52 શક્તિપીઠની પૂજા કરાઈ હતી. ત્યારબાદ 10.30 કલાકે “વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિશુવાટીકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં પણ વક્તા કનુભાઈ કરકરે “કૃતિશીલ દેશભક્તિ” વિષય પર વક્તવ્ય આપ્યું હતું. જેમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના પ્રમુખ વિશ્વભાઈ કોરીંગા તેમજ યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પિયુષભાઈ બોપલિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બપોરે 12 વાગ્યે 52 શક્તિપીઠની પૂજા તેમજ યજ્ઞનું બીડું હોવાની વિધિ પૂર્ણ થયા બાદ તમામ લોકો સાથે પ્રસાદ લઇ છુટા પડ્યા હતા.

(10:12 am IST)