સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

વડિયાના ન્‍યાય મંદિર ખાતે પ્રજાસતાક પર્વ નિમિતે ધ્‍વજ વંદન કરાયું

 વડિયા : સમગ્ર દેશમાં દેશભક્‍તિ માહોલ સાથે પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ રહી છે. ત્‍યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં આવેલી તાલુકા કક્ષાની સીવીલ કોર્ટમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીવીલ કોર્ટનાં રજીસ્‍ટાર ઉદયભાઈ જોશીએ ધ્‍વજ વંદન કરી સલામી આપી હતી. આ તકે વડિયા સીવીલ કોર્ટ નો સટાફ અને વકીલ મંડળ હોદેદારો,સભ્‍યો પોલીસ સ્‍ટાફ અને હોમગાર્ડ સ્‍ટાફ હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા વડીયા)

(10:52 am IST)