પોરબંદરમાં લગ્નમાં સોનાના દાગીના અને રોકડ સાથેનું પર્સ ચોરી જનાર ફુટપાથ ઉપર રહેતી મહિલા ઝડપાઇ
આરોપી મહિલાના કોવિડ ટેસ્ટ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ : લગ્ન પ્રસંગમાં સોનાના દાગીના અને રોકડ સહિત લાખોની કિંમતના મુદ્દામાલ સાથેનું પર્સ ચોરી જનાર ફુટપાથ ઉપર રહેતી સુલોચના બીરસીંગ નામની મહિલાને પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.
પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સુચના મુજબ તથા પોરબંદર શહેર ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામી તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.ડી.સાળુંકે માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઇન્સ. કે.એન.ઠાકરીયા તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ. ભીમશીભાઇ પરબતભાઇ તથા દેવેન્દ્રભા રણજીતસિંહ તથા લખુભાઇ નેભાભાઇને સયુંકત બાતમી રાહે હકીકત મળેલ કે, સદરહું ગુન્હાનો ચોરીનો મુદ્દામાલ તોરણ હોટલ સામે ફુટપાથ પર રહેતી મહિલા પાસે છુપાવેલ છ.ે
બાતમી મુજબની જગ્યાએ ઝડતી તપાસ કરતા સુલોચના બીરસીંગ નામની મહિલા પાસેથી ચોરીમાં ગયેલ સોનાની બંગડી નંગ-૪ તથા રોકડા રૂ. રૂા.૧,૦૦,૦૦૦ મળી આવેલ હોય અને પુછપરછ કરતા ફુવારા પાસે ખારવા વિદ્યાર્થી ભવનમાં લગ્ન હોય લગ્નમાંથી પૈસા તથા દાગીના રાખેલ પર્સની ચોરી કરેલાની કબુલાત આપેલ છે. જે કમલાબાગ પોલીસ સ્ટેશન ગુર.નં.પાર્ટ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના કામની ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોય. જેથી મજકુર બહેનને કોવિડ-૧૯ ટેસ્ટ કરવા માટે હસ્તગત કરેલ છ.ે
કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સાળું કે તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.કેએન.ઠાકરીયા તથા એ.એસ.આઇ. આર.પી.જાદવ તથા વી.એસ.આગઠ તથા પો.કોન્સ્. વિજયભાઇ ભીમશીભાઇ, કનકસિંહ, દેવેન્દ્રસિંહ, લખુભાઇ તથા વુમન પો.કોન્સ. અંકિતાબેન વિગેરે પોલીસ સ્ટાફ આરોપી મહિલાને પકડવાની કામગીરમાં જોડાયા હતા