સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

મોરબી માળિયા હાઈવે પર હીટ એન્ડ રનની ધટના : ટ્રકે બાઇકને અડફેટે લેતા તરુણનું કમકમાટીભર્યું મોત

માળીયા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રામદેવ હોટલ સામે ટ્રક ડમ્પરના ટાયરમા આવી જતા તરુણનું માથુ છુંદાય ગયુ

મોરબીમાં માળીયા મોરબી નેશનલ હાઈવે રોડ પર બેફામ ગતિએ આવતા ટ્રકે બાઈકને અડફેટે લેતા તેમાં સવાર એક તરુણનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.  આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં બાઈક ચાલક પ્રૌઢ ફરિયાદી પ્રેમજીભાઇ જેરામભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે,  તા.૨૮/૦૬/૨૦૨૨  ના બપોરના આશરે બે એક વાગ્યાના અરસામાં તેઓ પોતાના હવાલાવાળુ હોન્ડા સ્પેલન્ડર રજી.નંબર GJ-36-AB-3807 પર તેમના ૧૬ વર્ષીય પૌત્ર મુનાભાઇ ખોડાભાઇ ભીમાણી સાથે  માળીયા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રામદેવ હોટલ સામે રોડની કટમાંથી પસાર થઇ રામદેવ હોટલે જવા રોડ ક્રોસ કરવા જતા આ કામના આરોપી અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રક ડમ્પર વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી આવી પ્રેમજીભાઇના બાઈકને અડફેટેમાં લેતા બાઈકની પાછળ બેઠેલ પ્રેમજીભાઇના પૌત્ર મુનાભાઇ ખોડાભાઈ ભીમાણી (ઉ.૧૬)નું ટ્રક ડમ્પરના ટાયરમા આવી જતા તેમનું માથુ છુંદાય ગયું હતું અને તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ આરોપી ટ્રક ડમ્પર ચાલક પોતાનુ વાહન લઈ નાસી ગયો હતો.આ ફરિયાદીના આધારે મોરબી તાલુકા પોલીસે IPC કલમ- ૨૭૯,૩૦૪(અ) તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:39 am IST)