News of Thursday, 30th June 2022
ઓખામાં બ્લડ ડોનેશન કેમ્પ
મીઠાપુર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સુરજકરાડીના શિશુ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાને દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ઘડિયાળ તેમજ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા પર્સ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા મોરચાના મહામંત્રી આનંદભાઈ હરખાણી,યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠીયા, ઓખા નગરપાલિકાના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા. આ કેમ્પમાં ટોટલ ૬૪ રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી હતી. સાથે બ્લડ ડોનેટ કરનારના હાથે વળક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર)
(12:04 pm IST)