સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

મોરબીમાં કોરોના અંગે નવી ગાઈડલાઈન્સ, જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

તમામ દુકાનો, લારી ગલ્લા, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ અને બજારો ચાલુ રાખી શકાશે: જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે જયારે જાહેર બાગ બગીચાઓ રાત્રીના ૯ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે

મોરબી : કોરોનાની સ્થિતિ મોરબી જીલ્લામાં કાબુમાં છે છતાં હજુ મહામારી ખત્મ થઇ નથી જેથી મોરબી જીલ્લા કલેકટર દ્વારા નવી ગાઈડ લાઈન્સ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેની અમલવારી નવો હુકમ ના થાય ત્યાં સુધી કરવાની રહેશે

 

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાંમાં જણાવ્યા અનુસાર તમામ દુકાનો, લારી ગલ્લા, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ અને બજારો ચાલુ રાખી શકાશે જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે જયારે જાહેર બાગ બગીચાઓ રાત્રીના ૯ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે
તો લગ્નમાં ૧૫૦ મહેમાનોને મંજુરી મળશે લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત છે અંતિમક્રિયામાં ૪૦ વ્યક્તિની મંજુરી રહેશે તો જાહેર સમારંભોમાં ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિ અને બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓ (મહત્તમ ૪૦૦) વ્યક્તિ એકત્રિત થઇ શકશે ધોરણ ૯ થી ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટર, ટ્યુશન કલાસીસ, સ્પર્ધાત્મક પરીક્ષા અને ભરતી અંગેની પરીક્ષા માટેના કોચિંગ સેન્ટર ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે ગાઈડ લાઈન નું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે પબ્લિક અને પ્રાઇવેટ બસમાં નોન એસી બસ સેવાઓ ૧૦૦ ટકા ક્ષમતા સાથે જયારે એસી બસ સેવા મહત્તમ ૭૫ ટકા સાથે ચાલુ રહેશે બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુંમાંથી મુક્તિ આપવામાં આવે છે
સિનેમા, થીયેટર, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ ૬૦ ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ ૬૦ ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની ઉંચાઈ ધરાવતી મૂર્તિ સ્થાપના કરવાની મંજુરી આપવામાં આવે છે જાહેરનામાંની અમલવારી ૩૧ જુલાઈ સવારના ૬ કલાકથી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી સમગ્ર મોરબી જીલ્લા વિસ્તારમાં લાગુ રહેશે

(9:01 pm IST)