સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

પોરબંદર -રાણાવાવ હાઇવે પર ભોદ ગામના પાટીયા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા ડ્રાઈવર અને સાત વર્ષની બાળકીનું મોત

બાળકીના માતા પિતાને ગંભીર ઇજા : સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા

પોરબંદર -રાણાવાવ હાઇવે પર ભોદ ગામના પાટીયા પાસે આજે મોડીસાંજે કાર ચાલકનું સ્ટીરીંગનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે કાર અથડાતા ડ્રાઈવર અને સાત વર્ષની બાળકીનું કરૂણમોત મોત નીપજ્યું છે જયારે મૃતક બાળકીના માતા પિતાને ગંભીર ઇજા પહોંચી છે બંનેને સારવાર માટે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે વધુ વિગત મેળવાઈ રહી છે

(10:52 pm IST)