સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

મોરબીમાં ૧૦૦ ટકા વેક્સીનેટેડ સ્ટુડન્ટ્સ ધરાવતી કોલેજનું બહુમાન પ્રાપ્ત કરતી નવયુગ કોલેજ.

નવયુગ કોલેજ માં B.Sc, B.Ed, B.B.A, LL.B માં અભ્યાસ કરતા તમામ સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું વેક્સિનેશન

મોરબી :ગુજરાત સરકાર પ્રેરીત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેક્સીનેશન અભિયાન અંતર્ગત નવયુગ કોલેજ વેક્સીનેશન કેન્દ્રમાં તમામ સ્ટુડન્ટ્સને વેક્સીન આપવામાં આવી હતી.

ગુજરાત સરકારના વેક્સીનેશન અભિયાનને વેગવંતુ બનાવવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેક્સીનેશન અભિયાનના સંદર્ભમાં આજે નવયુગ કોલેજને કેન્દ્ર આપવામાં આવ્યું હતું. નવયુગ કોલેજ માં B.Sc, B.Ed, B.B.A, LL.B માં અભ્યાસ કરતા તમામ સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું આજે નવયુગ કોલેજના કેન્દ્રમાં વેક્સીનેશન કરવામાં આવ્યું હતું અને નવયુગ કોલેજે ૧૦૦% વેક્સીનેટેડ સ્ટુડન્ટ્સ ધરાવતી કોલેજ હોવાનું બહુમાન પ્રાપ્ત કર્યુ હતું.
વેક્સીનેશન કરાવવા બદલ નવયુગ ગૃપ ઓફ્ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ સ્ટુડન્ટ્સને આવકાર્યા હતા અને તેઓ સમાજમાં વેક્સીનેશન બાબતે લોકોને જાગૃત કરે તેવું આહવાન કર્યુ હતું. આ તકે પી.ડી.કાંજીયાએ મોરબી નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.

(11:10 pm IST)