સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

દ્વારકા જીલ્લામાં હજારો ફુટ ઉપર મેગા ડિમોલીશનની તૈયારી

થોડા સમય પહેલા બે ઉચ્‍ચ અધિકારીઓ વચ્‍ચે આ મુદ્દે ર કલાક મીટીંગ થઇ'તી : હવે અન્‍ય જીલ્લામાંથી પોલીસ ટીમો બોલાવીને ચુસ્‍ત બંદોબસ્‍ત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા., ૩૦: બિન સતાવાર મળતી માહીતી મુજબ દેવભુમી દ્વારકા જીલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી દ્વારકા સહીત આજુબાજુના વિસ્‍તારોમાં અત્‍યંત ગુપ્ત રીતે જીલ્લા અધિકારીઓની ટીમ દ્વારા સરકારી દબાણનો  સર્વે કરવામાં આવ્‍યો હતો.

પાંચેક દિવસ પુર્વે જીલ્લાના ર ઉચ્‍ચ અધિકારીઓ વચ્‍ચે ર કલાક જેટલી લાંબી મીટીંગ પણ થયાનું જાણવા મળ્‍યું હતું.

ઉપરાંત ગઇકાલે અન્‍ય જીલ્લામાંથી બંદોબસ્‍ત માટે પોલીસ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

આમ જોતા દ્વારકા જીલ્લામાં મોટા પાયે  સરકારી જગ્‍યા સહીત અત્‍યંત કિંમતી ગણાતી જમીનનો ઉપરથી ગમે તે ઘડીએ મોટા પાયે ડિમોલીશન હાથ ધરવામાં આવે તો નવાઇ નહી.

છેલ્લા કેટલાય સમયથી દ્વારકા તાલુકામાં સરકારી જગ્‍યા ઉપર મોટા પાયે દબાણ થયા હોવાનું તંત્રના ધ્‍યાને આવ્‍યું હતું. જો કે આ મેગા ડિમોલીશન ઐતિહાસિક બની રહે તો નવાઇ નહી.

આ ડિમોલીશન માટે અત્‍યંત ગુપ્તતા જાળવવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:46 am IST)