સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 29th November 2021

મોરબી વેક્સીન બાકી હોય તો લઇ લેજો, હોટલ મેનેજર સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી.

મોરબી : કોરોના મહામારી બાદ વેપાર ધંધા માટે કોરોના વેક્સીનનો ડોઝ ફરજીયાત કરવામાં આવ્યો હોય જે અંગેનું જાહેરનામું અમલી હોવા છતાં કોરોના વેક્સીન વિના હોટલ કાઉન્ટર પર બેસી વેપાર કરનાર વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના શનાળા રોડ પરની મહેશ હોટેલ ખાતે ચેકિંગ કરતા હોટલ કાઉન્ટર પર બેસેલ અશરફ યુનુસ જુલાય( રહે પખાલી શેરી મોરબી વાળો ) શખ્શ કોરોના વેક્સીન ડોઝ લીધા વિના કાઉન્ટર પર બેસી વેપાર ધંધો કરતો હોય જેથી હોટલ મેનેજર વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગ સબબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:49 am IST)