સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

સાથી ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, નગર પાલિકા પ્રમુખ. ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા

પોરબંદર : સાથી ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું વી.જે. મોઢા કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ હતો જેમા ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ એ લાભ લીધેલ હતો.

આ કેમ્પના ઉદ્ધાટનમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઈ મોઢવાડીયા, નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ  જીજ્ઞેશભાઈ કારીયા, સાથી ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ રવિભાઈ નેભનાણી,ભાજપ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી મિતાબેન થાનકી, મહામંત્રી શ્રીમતી સવિતાબેન કુહાડા, ઉપપ્રમુખ રિદ્ધિબેન અત્રી, નગરપાલિકા સુધરાઈ સભ્ય સરોજબેન કક્કડ, રેખાબેન પંડ્યા તેમજ અન્ય આગેવાનો તેમજ સાથી ગ્રુપ ઓફ પોરબંદર ના ઉપપ્રમુખ ચંદુભાઈ જોશી, બલરામભાઈ તન્ના, પરબતભાઇ કારાવદરા, કાંતિભાઈ ધેડીયા, ઋષિભાઈ પંડ્યા, વિપુલભાઈ પરમાર, શૈલેષભાઈ ગોહેલ, રાજેશભાઇ કોટિયા ઉપસ્થિત રહ્યા હતા.
 કેમ્પમાં ડો.સુરેશ ગાંધી, ડો. કૃણાલ ગોઢાણીયા, ડો. હેમાંગી શીલુ, ડો. હિતેશ રંગવાણી,ડો. કૃતિ રાડીયા, ડો. બંસી મદલાણીએ હાજર રહી સેવા પ્રદાન કરી હતી.

સાથી ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર્દીઓના લાભાર્થે આવા કેમ્પ સમયાંતરે કરવામાં આવશે.

(11:39 pm IST)