સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

શિયાળાની ઠંડી વચ્ચે કચ્છમાં સામટા ૫ કેસ સાથે કોરોનાનો પંજોઃ કુલ એકિટવ કેસ ૯

ફરી કોરોનાના ભય વચ્ચે એક બાજુ સરકારની છૂટ બીજી બાજુ ચેતવણી પણ સામાજિક, રાજકીય કાર્યક્રમો વધી રહ્યા છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૯: કોરોનાના નવા વેરીયન્ટના ભય વચ્ચે વડાપ્રધાન સહિત એઈમ્સના તબીબો કોરોના થી સાવધાન રહેવાની ચેતવણી આપી રહ્યા છે. જોકે, ઝળુંબતા ભય વચ્ચે એકબાજુ સરકાર છૂટછાટ આપી રહી છે, બીજી બાજુ સામાજિક અને રાજકીય કાર્યક્રમો વધી રહ્યા છે. આમ, કોરોના ના ભય વચ્ચે સરકાર કે પ્રજા બન્ને માંથી કોણ જાગૃત થાય? એવી અવઢવ અને અસંમજસ ભરી પરિસ્થતિ વચ્ચે છેવાડાના જિલ્લા કચ્છમાં લાંબા સમય બાદ કોરોના એ સળવળાટ સજર્યો છે. એક સામટા ૫ કેસ સાથે કચ્છમાં એક જ દિ'માં વડોદરા પછી સૌથી વધુ દર્દીઓ નોંધાતા ચિંતા સર્જાઈ છે. તેમાં પણ ૫ પૈકી ૪ દર્દીઓ તો માંડવીમાં જ છે. આ ચારેય દર્દીઓ લોકલ ટ્રાન્સમિશન ધરાવતા હોઈ આરોગ્ય વિભાગે આજુબાજુ રહેતા ૨૫ લોકોના ટેસ્ટ કરી ચાંપતા પગલાં લીધા છે. હજી વધુ ટેસ્ટ કરી સેનેટાઈઝેશન સહિતની કામગીરી કરાઈ રહી છે. અત્યારે કુલ એકિટવ કેસ ૯ છે.

(10:04 am IST)