સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

ધોરાજી વિસ્તારમાં કપાસનું વાવેતર ચાલુ થયું

ધોરાજીઃ ચોમાસુ નજીક આવતા ખેડૂતો પોતાના કૂવાઓમાં પાણી હોય તો ઓરવીને કપાસનું વાવેતર ચાલુ કરેલ છે. ધોરાજી નજીક આજુબાજુના ખેડૂતો આજે વહેલી સવારથી કપાસના કપાસીયા સોપવાનુ કામકાજ ચાલુ કરેલ છે અને વયોવૃદ્ધ ખેડૂતે જણાવેલ કે આ વરસે હોળીની જાળ સારી હતી અને આ વરસે ચોમાસામા સારો વરસાદ થશે જેથી અમારી વાડીએ અમો કપાસનું વાવવાનુ ચાલુ કરેલ છે અને આ કપાસ ઉગી જાય અને વરસાદ આવે તો આ કપાસ સારો થાય એમ ખેડૂતે જણાવેલ હતુ.(તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા)

(11:59 am IST)