સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

કેશોદમાં ગેરકાયદે નાણા ધીરનાર અશોક જાડેજા અને કિરીટ રામ પાસા હેઠળ જેલ હવાલે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૧ : જુનાગઢ ક્રાઇમબ્રાન્ચની ટીમે કેશોદમાં ગેરકાયદે નાણા ધીરનાર અશોક સરમણભાઇ જાડેજા કડછા મેર ઉ.વ.૩૭ ધંધો વેપાર રહે. કેશોદ, ચુના ભઠ્ઠી રોડ, વાસાવાડી, સાવન પાન સામે, તા. કેશોદ, જી. જુનાગઢ અને કિરીટભાઇ વીરમભાઇ રામ જાતે આહીર ઉ.વ.પ૧ ધંધો ખેતી રહે. ભાટ સીમરોલી તા.કેશોદ જી.જુનાગઢ સામે પાસા હેઠળ અટકાયત પગલા ભરીને સુરતની લાજપોર અને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધેલ છે.

આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી સાહેબનાં માર્ગદર્શન ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.  ડી.જી. બડવા તથા કેશોદ પો. સ્ટે.ના ઇચા. પો.ઇન્સ. એન.બી.ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચના પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા જીતેશ એચ.મારૂ તથા પો. કોન્સ. સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, કરશનભાઇ કરમટા તથા વુ. પો. કોન્સ. રાજેશ્રી દિવરાણીયા વિગેરેએ તપાસ કરી હતી.

(1:26 pm IST)