સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ મગફળીના મહત્તમ વાવેતરના એંધાણ

ગયા વર્ષ ૪૦ લાખ મેટ્રિક ટન જેટલી મગફળી પાકેલ : ૪ાા લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચવા નોંધણી કરાવેલ : કપાસનું વાવેતર બીજા ક્રમે

રાજકોટ, તા.૩૧ : ચોમાસુ નજીક આવી રહ્યું છે. ખેડૂતો વાવણીની તૈયારીમાં છે. સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીને બે મુખ્ય ખરીફ પાક છે. છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વર્ષે પણ વાવેતરમાં મગફળી નંબર વને પર રહે તેવા એંધાણ છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં મગફળી ઉગાડવામાં આવે છે.

ગયા વર્ષ રાજયમાં ૪૦ લાખ મેટ્રિકથી જેટલી મગફળી પાકેલ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી. મોટાભાગના ખેડૂતોને સારી મગફળીના મણના રૂ. ૧૦૦૦ થી ૧ર૦૦ ઉપજયા હતા અત્યારે પણ મગફળીના દાણાની ખુબ માંગ છે. પોષણક્ષમ ભાવો મળવાના કારણે આ વર્ષે પણ ખેડુતોમાં મગફળીના વાવેતરનું આકર્ષણ દેખાય છે બીજા ક્રમે કપાસ રહેશે. ૧પ જુન આસપાસ વરસાદ થવાની આગાહી છે. પ્રથમ સારા વરસાદ વખતે જ વાવેતરની ખેડૂતોની તૈયારી છે.

(1:33 pm IST)