સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

વવાણીયા રામબાઈ મંદિર ખાતે 7.29 કરોડના કામોનું કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ભૂમીપૂજન કરાયું:

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા દ્વારા વવાણીયા પી.એચ.સી ગવ.ને એમ્બ્યુલન્સ ફાળવણી કરવાની જાહેરાત કરાઇ:

મોરબી : માળીયા તાલુકાના વવાણિયા ગામે પ્રવાસન નિગમ દ્વારા ડેસ્ટીનેશન ડેવલોપમેન્ટ ઓફ શ્રીમદ રાજચંદ્ર ભવન અંતર્ગત રામબાઈ મંદીર ખાતે રૂ.૭૨૯ લાખના કામોનું ભૂમીપૂજન પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા સજોડે કરવામાં આવ્યું હતું.
રામબાઈ મંદીર ખાતે આ કામો અંતર્ગત ભોજનાલય, રસોડુ, કોઠારરૂમ, 250 માણસ બેસી શકે તેવો સત્સંગ હોલના કામોનું આયોજન કરવામાં આવેલ છે. ભૂમીપૂજન કર્યા બાદ પ્રવાસન મંત્રી ચાવડાએ કોવીડ-19ની સરકારની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થીત લોકોને જણાવ્યુ હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા આ વિસ્તારની જરૂરિયાતને ધ્યાને લઈને વિકાસ માટે પસંદગી કરી છે.
આ પ્રસંગે મોરબી-માળીયા(મી) વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ હતું કે, છેલ્લા છ મહિનામાં 500 કરોડના કામો મંજૂર થયેલા છે. તેમજ ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી વવાણીયા પી.એચ.સી. ને એમ્બ્યુલન્સ ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. ધારાસભ્યશ્રીએ સીંચાઈનો લાભ આ વિસ્તારને મળે તે માટે સરકારમાં પ્રયત્નો થઈ રહ્યા છે અને સર્વેની કામગીરી ચાલુ છે. તેમજ 19 કરોડના ખર્ચે પીવાના પાણીના પાઇપોનું નવીનીકરણનું કામ થશે.
આ પ્રસંગે ડૉ. સુભાષ આહીર કન્યા છાત્રાલયના સંચાલક મીનાબેન ચાવડાએ શિક્ષણ ઉપર ભાર મૂકી દીકરીઓને ભણાવવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાગદાન ચાવડા તેમજ આભારવીધી રાવતભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લાના ભાજપ મહામંત્રી હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
મંત્રી જવાહરભાઇ ચાવડાએ સજોડે શરૂઆતમાં રામબાઈ મંદીરમાં પૂજા વિધી કરી હતી અને કાર્યક્રમ બાદ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં બાબુભાઇ હુંબલ, જશુભાઇ રાઠોડ,રમેશભાઈ રાઠોડ, મણીભાઈ સરડવા, ઉકાભાઈ મકવાણા, જગદીશભાઇ ડાંગર, દિલુભા જાડેજા, પ્રવાસનના ડેપ્યુટી એન્જીનીયર (પ્રવાસન) શ્યામલ પટેલ, માળીયા મામલતદાર ડી.સી. પરમાર, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક રામાણી સહિત રામબાઈ મંદીરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:02 pm IST)