સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

મોરબીના ગેંડા સર્કલ નજીક દુકાન પચાવી પાડનાર સામે ગુન્હો દાખલ

ક્રિષ્ના સોપિંગમાં એક શખ્સને દુકાન પચાવી પાડી હાલમાં તેનો વપરાશ કરતો હોવાની ફરિયાદ

મોરબીના ગેંડા સર્કલ નજીક ત્રાજપર ચોકડી તરફ ક્રિષ્ના સોપિંગમાં એક શખ્સને દુકાન પચાવી પાડી હાલમાં તેનો વપરાશ કરતો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
 મોરબીના મહેન્દ્રનગર ગામ રહેતા અને બાંધકામના ધંધા સાથે સંકળાયેલા કિરીટભાઈ ભાણજીભાઈ ધોરીયાણી (ઉ.૪૦) એ  મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી જયેશભાઈ મનસુખભાઈ રામાનુજ (રહે-મૂળ ઘરમપુર )એ ફરિયાદી કિરીટભાઈ ધોરીયાણીની માલિકીની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સ.ન.-૮૨ પૈકીની જમીન ચો.મી.૧૮-૦૨ ની (દુકાન-૧) જે ક્રિષ્ના સોપિંગમાં આવેલ છે તેની ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હાલમાં પણ વપરાશ કરતો હોવાની ફરિયાદ કિરીટભાઈએ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(6:49 pm IST)