સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

સૌનો સાથ સૌનો વિકાસનો પ્રચાર છતાં ગુજરાતના માલધારીઓને અન્યાય શું કામ ?

મોરબીના માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

મોરબી :મોરબીના માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યમાં માલધારીઓને થતા અન્યાય મામલે રજૂઆત કરી છે
  રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્યમાં અંદાજે ૧૨ ટકાથી વધુ માલધારી સમાજની વસ્તી છે જે મહદઅંશે પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરે છે જેના વિવિધ પ્રશ્નો છે જેમાં ગુજરાતના માલધારીઓને ખેડૂત તરીકે શા માટે સ્વીકારતા નથી પશુપાલન ખેતીનો જ ભાગ છે તો ભેદભાવ કેમ ? માલધારી સમાજના વિકાસ માટે સરકારના બે નિગમો કાર્યરત છે જેમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં સરકરે જે હેતુસર નિગમ બનાવેલ છે તેમાં પુરતી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી
  ગુજરાત ઘેટા ઉન વિકાસ નિગમમાં પણ ગ્રાન્ટ ફાળવણી થતી ના હોય જેથી નિગમ દ્વારા ઉન ખરીદી બંધ કરેલ છે આવો અન્યાય શા માટે ? ગૌચર પૈકીના મોટાભાગના અનધિકૃત દબાણ દુર થતા નથી ગીર-બરડા અને આલેકના નેશ વિસ્તારના અને સ્થળાંતરિત કરાતા માલધારી સમાજને થતો અન્યાય નિવારવા સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે

(7:01 pm IST)