સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓગન્યુ- આજે સવારે ૧૦/૩૦ વાગ્યે વધાવાશે, લોકોમાં હર્ષોત્સવ

પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી હમીરસર તળાવ જ્યારે ઉપપ્રમુખ ડો. રામ ગઢવી દેશલસર તળાવ વધાવશે. ભુજના બન્ને તળાવો છલકાઈ ગયા

(ભુજ) ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ રાત્રે ૧૨.૫૮ વાગ્યે ઓગની ગયું છે. જેને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે. રાજશાહીની પરંપરા પ્રમાણે હમીરસર તળાવ છલકાઈ જાય ત્યારે તેને વધાવી ખાસ રજા જાહેર કરવામાં આવે છે. પહેલાં રાજા તળાવ વધાવતા આઝાદી પછી ભુજના પ્રથમ નાગરિક તરીકે પ્રમુખ તળાવ વધાવે છે. ખાસ રજાની પરંપરા હજી ચાલુ છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી હમીરસર તળાવ આજે સવારે ૧૦/૩૦ વાગ્યે વધાવશે. ત્યારબાદ જ્યારે ઉપપ્રમુખ ડો. રામ ગઢવી દેશલસર તળાવ વધાવશે.

(8:59 am IST)