સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

મોરબીના અમરાપર ગામે ભારે વરસાદથી ખેડૂતો પાયમાલ, પાકને વ્યાપક નુકશાની

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩૧: ઙ્ગમોરબી જીલ્લામાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે ખેડૂતોના પાકો ખેતરમાં જ બળી ગયા છે અને ઉભા પાકોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે અને ભારે વરસાદે ખેડૂતોને રડાવ્યા છે મોરબીના અમરાપર ગામની વાત કરીએ તો આ ગામની ૪૦૦૦ વીદ્યા જમીનમાં વાવેલા કપાસ, મગફળી, મકાઈ, બાજરી અને તલ જેવા તમામ પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને હવે જો સરકાર ખેડૂતોને સહાય ચુકવે તો ખેડૂત ફરીથી બેઠો થઇ શકશે નહિ તો દેવાના ડુંગર તળે ખેડૂત ડૂબી જશે.

મોરબીના અમરાપર ગામમાં ભારે વરસાદથી પાકોને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે અમરાપર ગામના પૂર્વ સરપંચ બચુભાઈ ગરચર જણાવે છે કે તેના ગામમાં વાવણીલાયક ૪૦૦૦ વીઘા જમીન છે જેમાં ખેડૂતોએ વાવેતર કર્યા હતા જોકે ભારે વરસાદ વરસતા તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે જેથી ગામના ખેડૂત આગેવાને સરકાર પાસે માંગ કરી હતી કે સરકાર તાકીદે સર્વે કરાવે અને ખેડૂતોને જે નુકશાની થઇ છે તેનો સર્વે કરાવી વળતર ચૂકવાય તેવી માંગ કરી છે

અમરાપર ગામમાં ભારે વરસાદે ખેડૂતોના પાકોને વ્યાપક નુકશાન કર્યું છે ત્યારે ગામના ખેડૂત ભરતભાઈ બોરીચા જણાવે છે કે તેને ૫૦ વીઘા જમીનમાં કપાસ, બાજરી, મકાઈ અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદે પાક તમામ નિષ્ફળ ગયો છે હવે સરકાર જલ્દી સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જયારે અન્ય ખેડૂત રમેશભાઈ જણાવે છે કે તેને ૬૦ વીઘા જમીન હોય જેમાં કપાસ, તલ જેવા પાકો વાવ્યા હતા જે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે જેથી ખેડૂતો માથે દુખના ડુંગર તૂટી પડ્યા હોવાનું જણાવ્યું હતું .

(10:52 am IST)