સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

નીટ-જેઇઇ પરીક્ષા રદ કરવા ભેંસાણ NSUI દ્વારા ધરણા યોજાયા

જૂનાગઢઃ UGC દ્વારા JEE કે NEET જેવી પરીક્ષાના વિરોધમાં લેવામાં આવનાર  જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા મથકે NSUI દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા મુખ્ય માંગણી જયાં સુધી ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહશે તેવી વાત જૂનાગઢ જિલ્લા NSUI પ્રમુખ યુગ પુરોહિત એ જણાંવ્યું છેહાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે. છ મહિનાની ફી માફ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ ને ન્યાય આપવામાં આવે. આ તકે જિલ્લા પ્રમુખ નટુભાઈ પોનકિયા, જિલ્લા પંચાયત સભ્ય નીતિનભાઈ રાણપરીયા તથા ભાવેશભાઈ ત્રાપસીયા, ભેસાણ તાલુકા પ્રમુખ વજુભાઈ મોલવીયા, અજિતભાઈ, રવિરાજ કાઠી, હર્ષ ગઢવી, પ્રથમ આહીર, રવિ સોલંકી, જયદીપ શીલુ,જેનીલ ભેસાણીયા,દેવ્યાન વ્યાશ, વિજય સોલંકી, જયવીર સહીત, NSUI આગેવાન રાજ કણસાગરા તથા NSUI જિલ્લા પ્રમુખશ્રી યુગ પુરોહિત એ હાજરી આપી હતી.

(10:54 am IST)