સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

રાજકોટ નાગરિક સહ.બેંક ધોરાજી શાખા દ્વારા કેબીનેટમંત્રી રાદડીયાના લોનના ચેકનું વિતરણ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૩૧ : રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આત્મનિર્ભય યોજનાના લોનના લહાય ચેક કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે લાભાર્થીને આપવામાં આવેલ હતા.

ઙ્ગરાજકોટ નાગરિક સહકારી બેંક ધોરાજી શાળા ખાતે રાજયના કેબિનેટ મંત્રીઙ્ગ જયેશ ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા  પ્રાંત અધિકારી શ્રી મિયાણીઙ્ગ ઉપસ્થિત રહેલ પ્રભારી ડિરેકટર શ્રી કાર્તિકેય પારેખ ધોરાજી શાખાના કન્વીનરઙ્ગ લલીતભાઈ વોરા ધોરાજી શાખાના જોઈન્ટ કન્વીનરઙ્ગ કરસનભાઈઙ્ગ માવાણી તથા સ્થાનિક સલાહકાર સમિતિના સભ્યોઙ્ગ ચુનીભાઇ સંભવાણી ચંદુભાઇ ચોવટીયાઙ્ગ મગનભાઈ સાપરિયા હાજર રહેલ અને લાભાર્થીઓને ચેક વિતરણ કરેલ. કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી ચીફ મેનેજર હિતેશભાઈ શુકલએ કરેલું હતું.

સ્વાગત પ્રવચનમાં પ્રભારી ડિરેકટર કાર્તિકેય પારેખ એ જણાવેલ કે ગુજરાતની સંવેદનશીલ સરકારે કોરોના કાળમાં નાના વેપારીઓને સહાયરૂપ થવા માટે આત્મનિર્ભર એક અને આત્મનિર્ભર બે આવી યોજનાઓ આપેલી છે. યોજનામાં ગુજરાત રાજયમાં રાજકોટ નાગરિક સહકારી બેંક તરફથી વધુ ધિરાણ કરેલ છે અત્યાર સુધીમાં ૧૪૫ કરોડ ના આત્મનિર્ભર વનના ૧૪૯૦૦ લોકોને ધિરાણ આપવામાં આવેલ છે તથા આત્મનિર્ભર ટૂંકમાં ૧૯૦૦ લોકોને ૨૬ કરોડથી વધારે ધિરાણ આપવામાં આવેલ છે. ધોરાજી શાખાએ ૬૫૧ લોન અરજીઓનો નિકાલ કરી અને સાત કરોડ રૂપિયાના નાના વેપારીને ધિરાણ આપેલ છે જેનું વ્યાજની સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવવાની છે આટલા ટૂંકા ગાળામાં આટલી બધી લોન અરજીઓ કરવા બદલ શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી પ્રવીણભાઈ કુંયાણી લાઙ્ખન ઓફિસર શ્રી કપુપરા ભાઈ અને અન્ય તમામ સ્ટાફને શુભકામના આપેલી હતી.

પ્રાસંગિક ઉદબોધનમાં કેબિનેટ મંત્રીઙ્ગ જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા લોકડાઉનમાં અને ત્યારબાદ અન્ય લોકોમાં પણ ફરીથી નાનો વેપારી બેઠો થાય સમાજ ફરીથી ઉભો થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આત્મનિર્ભર લોન યોજના આપેલી છે આ યોજનામાં સરકારશ્રીની વ્યાજ સહાય છે રાદડિયાએ માર્મિક રીતે ટકોર પણ કરી હતી કે જેમણે લોન લીધેલી છે તેમણે હપ્તા ભરવાના છે રાજય સરકારઙ્ગ વ્યાજ સબસિડી આપી રહી છે.

કાર્યક્રમના અંતે બેંકના ધોરાજી શાખાના કન્વીનર શ્રી લલિતભાઈ વોરાએ આભારવિધિ કરેલ અને બેંકના ઉદ્યમી ગ્રાહકોને લોન તો તેમના ડિજિટલ એકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી પરંતુ પ્રતીકરૂપે ચેક વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલો તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે આરએસએસ ચંદુભાઈ ચોવટીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિદ્યાભારતી ગુજરાતના રણછોડભાઈ વદ્યાસિયા શ્રીમતી મુકતાબેન વદ્યાસિયા પૂર્વ નગરપતિ કે પી માવાણી અશ્વિનભાઈ વદ્યાસિયા અમીશભાઈ હિરપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના કર્મચારી ફોરમ કિશોરભાઈ રાવલેે તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ નાગરિક બેંક શાખાના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(10:56 am IST)