સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

મોટી પાનેલીમાં અનરાધાર નવ ઇંચઃ મકાનની છત ધરાશાયી

મેઘો સદી ફટકારવાના આરે કુલ ૮૭ ઇંચઃ માંડાસણ બુટાવદર સાતવડીમાં પણ સાતથી આઠ ઇંચઃ ફુલઝર ડેમ એક ફુટ ઓવરફલો

મોટી પાનેલી તા. ૩૧: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં મેઘો ઓળઘોળ થયો છે મેઘરાજા સદી ફટકારવા તરફ જાણે આગળ વધતા હોય એમ અત્યાર સુધીમાં સીત્યાસી ઇંચ વરસાદ પડી ગયો છે શનિવારે બે ઇંચ અને રવિવારે વાવાઝોડા સાથે અનરાધાર સાત ઇંચ એમ બે દિમાં નવ ઇંચ વરસાદ પડયો છે ચારે તરફ પાણી પાણી જ જોવા મળે છે ફુલઝર ડેર ફરી પાછો એક ફુટ ઉપરથી ઓવરફલો થયો છે જેને લઇને ફુલઝર નદીમાં ઘોડાપુર આવેલ છે ઉપરવાસના માંડાસણ બુટાવદર સાતવડી ગામોમાં પણ સાતથી નવ ઇંચ જેવો વરસાદ પડયો હોવાના અહેવાલ છે પાનેલીમાં જોરદાર પવન સાથે વરસાદ પડતા દલિતવાસમાં રહેતા પંચાયતના કર્મચારી રવજીભાઇ ગોહેલના મકાનની છત ધરાશાયી થઇ હતી સદનસીબે કોઇ જાનહાની નથી થઇ પરંતુ ગામને વર્ષો થયા પાણી વિતરણ કરનાર કર્મચારી રવજીભાઇનું મકાનની છત પડી જતા ગામ લોકો પણ સહાનુભૂતિ જતાવી રહ્યા છે.

(11:55 am IST)